Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 7 Adhyay 11 | File Type: audio/mpeg | Duration: 00:25:35

હિન્દુ ધર્મની ફિલોસોફીને સમજવા આ અધ્યાયમાં વ્યાસજી આપણને માનવધર્મ, વર્ણધર્મ, અને સ્ત્રીધર્મનું ખુબ સુંદર નિરૂપણ કરે છે. આ અધ્યાયમાં આપણે મનુષ્યના 30 પરમ ધર્મ વિશે સાંભળીશું. આપણે દરેક વર્ણના કર્મ અને પ્રવૃત્તિઓ વિશે સાંભળીશું. એ ઉપરાંત આપણે સ્ત્રીધર્મ અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય તેની પણ વાત કરીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 10 | File Type: audio/mpeg | Duration: 00:24:59

પ્રહ્લાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાન ત્યારબાદ પ્રહલાદજી સાથે વાર્તાલાપ  કરે છે અને તેમને વરદાન માગવાનું કહે છે. પ્રહલાદજી આ સાંભળીને ભગવાન પાસેથી તેઓ ક્યારેક કામનાવશ ના થાય તેની માગણી કરે છે અને પ્રભુના ચરણોમાં હંમેશા સ્થાપિત રહે તેવું વરદાન માંગે છે. ભગવાન નરસિંહ તેમને આ વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે અને ત્યારબાદ પ્રહલાદજી નો રાજ્ય અભિષેક થાય છે. આ અધ્યાયમાં આપણે મય દાનવ અને ભગવાન શંકર દ્વારા ત્રિપુર દહનની વાત સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 9 | File Type: audio/mpeg | Duration: 00:31:37

જ્યારે બધા દેવતાઓએ અને બીજાઓએ કરેલી સ્તુતિ દ્વારા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ત્યારે બ્રહ્માજી પ્રહલાદ ને કહે છે કે બેટા કદાચ તારી સ્તુતિથી ભગવાન નરસિંહ નો ક્રોધ શાંત થઈ જશે. તેથી તું એમની પાસે જઈ અને તેમને શાંત કર. બ્રહ્માજીની આજ્ઞા માનીને પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જાય છે અને બાળક તરીકે અદભુત સ્તુતિ પ્રસ્તુત કરે છે. એ સ્તુતિ માં પ્રહલાદ ભગવાનનું નરસિંહ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ બેની ચર્ચા કરે છે તે પોતાના મન વિશેની પણ વાત કરે છે. અને ભગવાનના ચરણોમાં મળતી શાંતિની પણ. આ સ્તુતિથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે અને એમનો ક્રોધ છોડી દે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 8 | File Type: audio/mpeg | Duration: 00:28:39

આજના અધ્યાયમાં આપણે નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ અને તેમણે કરેલો હિરણ્યકશ્યપનો વધ તેના વિશે સાંભળીશું. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુના વરદાન પછી ખૂબ ક્રોધિત થયા છે. એટલે એમને શાંત કરવા માટે બ્રહ્માજી, બીજા દેવતાઓ, સિદ્ધો, વિદ્યાધરો અને અન્ય લોકો તેમની પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાઓ અને સ્તુતિઓ પણ આજે આપણે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 7 | File Type: audio/mpeg | Duration: 00:24:42

જયારે દૈત્ય બાળકો પૂછે છે કે પ્રહલાદજી ને આવું ભગવદ્ ભક્તિ નું જ્ઞાન ક્યાંથી મળ્યું, ત્યારે પ્રહલાદજી તેમને પોતાના જન્મ સમયની નારદજીના સંગ ની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે ઇન્દ્રે દૈત્યો પર આક્રમણ કરી દીધું ત્યારે તેમની માતાને નારદજીએ ખુદ બચાવી લીધા અને ત્યારબાદ એમને ભગવત ભક્તિનો ઉપદેશ આપ્યો. તે પ્રહલાદજીએ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો. પ્રહલાદજી આત્માની પ્રકૃતિ અને તેના પ્રભાવ ની વાત કરે છે અને આપણને જણાવે છે કે કેવી રીતે આત્મશુદ્ધિ માટે અને ભગવદ્ પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેઓ એ પણ જણાવે છે કે ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રાપ્તિ એ માત્ર બ્રાહ્મણ કે કોઈ મહાન વ્યક્તિ નો જ ઈજારો નથી. એ કોઈપણ ને મળી શકે છે જો ભક્તિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 6 | File Type: audio/mpeg | Duration: 00:19:16

દૈત્ય બાળકોના પૂછવાથી પ્રહલાદજી તેમને ભક્તિ નું જ્ઞાન અને ઉપદેશ આપે છે. તેઓ તેમણે આત્મા અને શરીર વચ્ચેના ભેદનું અંતર સમજાવે છે અને મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેનો માર્ગ પણ દેખાડે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 5 | File Type: audio/mpeg | Duration: 00:21:02

આ અધ્યાયમાં આપણે હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજી ના વધના પ્રયત્નો વિશેનું વર્ણન સાંભળીશું. જ્યારે પ્રહલાદજી હિરણ્યકશ્યપુ ને ભગવાનના સામર્થ્યનો ઉપદેશ આપે છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમને હસી કાઢે છે. પ્રહલાદજી તેમને જગતની અને વિષય વાદની મિથ્યતાનો ઉપદેશ આપે છે. તેઓ તેમને ભગવાનના નવરૂપ વિશેની પણ વાત કરે છે અને આ પ્રમાણે નવધા ભક્તિ ની સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 4 | File Type: audio/mpeg | Duration: 00:18:28

પોતાને અભયપદ નું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપુ  મદથી છકી જાય છે અને ત્રણે લોક નો વિજય પ્રાપ્ત કરે છે. તે હવે ઇન્દ્રના નિવાસસ્થાનમાં જ રહે છે અને બીજા બધાં ભયના લીધે તેને માન આપી રહ્યા છે. હિરણ્યકશ્યપુના ત્રાસથી બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન તેમને જણાવે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ  પોતાના પુત્ર પ્રહલાદનો વધ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ભગવાન ખુદ હિરણ્યકશ્યપુનો નાશ કરશે. આ જાણીને યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે શુદ્ધ હૃદયના પ્રહલાદજી સાથે તેમના પિતા હિરણ્યકશ્યપુને દ્વેષ કેવી રીતે હોઈ શકે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 3 | File Type: audio/mpeg | Duration: 00:18:49

પોતાના શક્તિશાળી ભાઈ હિરણ્યાક્ષ ની હત્યા થયા બાદ હિરણ્યકશ્યપુને થાય છે કે એ પોતે અજર અમર બની જાય. તે માટે તે બ્રહ્માજીની ઉપાસના કરવા માંડે છે. તેની ઉપાસના ના તપથી અને તાપથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ના દેવતાઓ પણ ત્રાહિત થઈ જાય છે. તે બધા બ્રહ્માજી પાસે જઈ અને હિરણ્ય કશ્યપને સમજાવવાની વાત કરે છે. બ્રહ્માજી જ્યારે હિરણ્યકશ્યપુ પાસે જાય છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ અને તપની ભાવના ને જોઈને બ્રહ્માજી તેને વરદાન માંગવા ની આજ્ઞા કરે છે. આ સાંભળીને હિરણ્યકશ્યપુ તેમની પાસે એવા પ્રકારનું વરદાન માંગે છે કે જેનાથી એ બીજો બ્રહ્મા જેવો બની જાય. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 2 | File Type: audio/mpeg | Duration: 00:23:28

પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ જવાથી હિરણ્યકશ્યપુ પ્રથમ તો ખૂબ ક્રોધિત થઈ જાય છે. તે પોતાના સભાસદ દૈત્યો અને દાનવોને પૃથ્વી પર જઈને લોકોને આતંકિત કરવાની આજ્ઞા આપે છે. દૈત્યો તેની તે આજ્ઞા નું પાલન કરે છે અને સૃષ્ટિ પર ખૂબ આતંક મચી જાય છે . જ્યારે પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા માટે બધા ભેગા થાય છે ત્યારે તેમના શોકને જોઈને હિરણ્યકશ્યપુ તત્વજ્ઞાનનો ખુબ સુંદર એવો ઉપદેશ આપે છે. તેના એ ઉપદેશમાં તે રાજા સુહૃદની વાર્તા દ્વારા બધાને આત્મા અને શરીર વચ્ચે નો ભેદ સમજાવે છે. તે વાર્તામાં યમરાજ પોતે પ્રજાજનોને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ દ્વારા બધાની અંદર અજ્ઞાનનો નાશ થાય છે અને બધા હિરણ્યાક્ષ ના મોહમાંથી મુક્ત થાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 1 | File Type: audio/mpeg | Duration: 00:20:35

સાતમા સ્કંધનાં પ્રથમ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુના પાર્ષદ જય અને વિજય જેમને સનકાદિ ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોની માં જઈને પડશો તેમની વાર્તા સાંભળીશું. જય અને વિજય સર્વ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને, ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ ,અને ત્યારબાદ શિશુપાલ અને દંતવક્ત થઈને જન્મ લે છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ અને દંતવક્તને ભગવાને પોતાના માં કેમ સમાવી લીધા. ત્યારે નારદજી  એના જવાબ રૂપે ભગવદ્ પ્રાપ્તિ માટે નિષ્ઠા નો મહિમા સમજાવે છે. એ નિષ્ઠા પ્રેમ, તિરસ્કાર કે કોઈપણ ભાવના રૂપ પ્રસ્તુત થાય છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 6 Adhyay 19 | File Type: audio/mpeg | Duration: 00:15:06

છઠ્ઠા સ્કંધના છેલ્લા અધ્યાયમાં આપણે પુંસવન નામ ના વ્રત ની વિધિ સાંભળીશું --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 6 Adhyay 18 | File Type: audio/mpeg | Duration: 00:27:44

આ અધ્યાયમાં આપણે અદિતિ અને દિતિના સંતાનો તથા મરુદગણની ઉત્પત્તિનું વર્ણન સાંભળીશું. પોતાના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મરી જવાથી દિતિ ખૂબ દુઃખી છે. તેના મનમાં દેવોનો વધ કરે એવા પુત્ર જન્મે એવી આશા છે. એટલા માટે તે પાછા કશ્યપ ઋષિ પાસે જાય છે અને તેમની પાસે એવા પુત્રનું વરદાન માંગે છે. ઇન્દ્ર આ સાંભળીને કે દિતિ ઈન્દ્ર અને બીજા દેવો નો નાશ થાય એવા પુત્રોની માંગણી કરે છે, તેથી જ છધ્મવેષમાં તેઓ દિતિની સેવા કરવા માંડે છે. ત્યારબાદ કશ્યપજી દિતિને એક પુંસવન નામ ના વ્રત ની વિધિ શીખવાડે છે અને એક વર્ષ સુધી તે વિધિ પ્રમાણે જીવન જીવવાની આજ્ઞા કરે છે. જો તે એમાંથી ચૂકી જાય તો તેના પુત્રો એ ઇન્દ્રના મિત્ર બની જશે એવી પણ સૂચના આપે છે. જ્યારે દિતિ ખૂબ વખત પછી એક દિવસ માટે સંધ્યાકાળે આ વ્રત ચૂકી જાય છે ત્યારે ઇન્દ્ર તેમના ગર્ભમા જઈને તે ગર્ભનાં સાત અને પછી 49 ટુકડા કરી નાખે છે. આ બાળકો મરુદગણ તરીકે જન્મ લે છે. ઇન્દ્ર ત્યારબાદ તેને સમજાવે છે અને તેમની સમજાવટથી દિતિને પણ જ્ઞાન થાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 6 Adhyay 17 | File Type: audio/mpeg | Duration: 00:16:11

વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુ પાસે જે વિમાન છે તે દ્વારા તે આકાશ લોકમાં ગમન કરી રહ્યા છે. ત્યારે તેઓ પાર્વતીજીને શિવજીના ખોળામાં બેઠેલા જોવે છે. આ જોઈને તેઓ શિવજીની ટીકા કરે છે. આ ટીકા સાંભળીને પાર્વતીજી ચિત્રકેતુ ને અસુર યોનિમાં જન્મ નો શ્રાપ આપે છે. ચિત્રકેતુ તે શાપ ને સ્વીકારી લેશે અને પાર્વતીજીને સમજાવે છે કે તેમનું મન તો ભગવદ્ ભક્તિ માં ચોટેલું છે અને તેથી મનુષ્ય, વિદ્યાધર કે અસુર]ની યોનીમાં પડવું તે તેમનો કોઈ શ્રાપ નથી. શિવજી ત્યારબાદ પાર્વતીજીને ભગવદ્ ભક્તો ની મહિમા સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 6 Adhyay 16 | File Type: audio/mpeg | Duration: 00:25:07

ચિત્ર કેતુની સાથે વિશાદ થયેલા તેના બધા સ્વજનોને જોઈને દેવર્ષિ નારદજી તે પુત્ર ના આત્માને પાછો બોલાવે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે. નારદજી પૂછે છે કે એ આત્માને આ શરીરમાં પાછળ આવું છે કે નહીં. અને જીવાત્મા તેમને ખૂબ જ સુંદર જવાબ આપે છે. આ જવાબ સાંભળ્યા પછી ચિત્રકેતુ અને તેના બધાં સંબંધીઓ અંદરથી મોહભાવના મુક્ત થઈ જાય છે. અને તેઓ બધા પોતાને ભગવાનની ભક્તિ માં સ્થાપિત કરે છે. આ અધ્યાયમાં આપણે જીવાત્માની ગતિ વિષે ખૂબ સુંદર તત્વજ્ઞાન મેળવી શકીએ છીએ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.