Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 9 Adhyay 1 | File Type: audio/mpeg | Duration: 00:19:06

નવમા સ્કંધમાં પ્રથમ અધ્યાયમાં આપણે વૈવસ્વત મનુ જે પહેલા રાજશ્રી સત્યવ્રત હતા તેમના પુત્ર રાજા સુધુમ્નની કથા સાંભળીશું. સુધુમ્ન પ્રથમ એવા વ્યક્તિ હતા જેમનો જન્મ સ્ત્રી તરીકે થયો અને ત્યારબાદ ઋષિ વસિષ્ઠ ની કૃપાથી તેઓ પુરુષ જાતિમાં બદલાયા. તેમના ચરિત્ર ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 24 | File Type: audio/mpeg | Duration: 00:24:09

રાજા બલીની કથા પૂર્ણ થતાં, રાજા પરીક્ષિત શુકદેવજી પાસેથી ભગવાનના મત્સ્યાવતારની વાત સાંભળવાની ઈચ્છા કરે છે. શુકદેવજી તેમને આ અવતારની કથા સંભળાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 23 | File Type: audio/mpeg | Duration: 00:15:37

રાજા બલીને વરુણના પાશમાંથી મુક્ત કરીને શ્રી હરિ ત્યાં ઉપસ્થિત બધાને ખુબ સુંદર ઉપદેશ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 22 | File Type: audio/mpeg | Duration: 00:18:59

વરુણના પાશમાં બંધાયેલા રાજા બલી શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. ત્યારબાદ ત્યાં પધારેલા પ્રહલાદજી અને બ્રહ્માજી પણ વામન સ્વરૂપે રહેલા શ્રી હરીને બલીરાજા વિષે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. શ્રી હરિ બધાને સંપત્તિ અને તેના અભાવ વિશેનો સુંદર ઉપદેશ આપે છે. તે રાજા બલીથી પ્રસન્ન થઈને તેમને ભવિષ્યના મન્વંતરમાં ઈન્દ્રનું સ્થાન આપે છે અને વર્તમાનમાં સુતલલોકમાં જવાની આજ્ઞા કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 21 | File Type: audio/mpeg | Duration: 00:15:15

બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા બાદ વામન ભગવાનથી ક્રોધિત થયેલા અસુરો તેમની સામે યુદ્ધે ચઢે છે. ભગવાનના પાર્ષદો જયારે અસુરોની સેનાનો નાશ કરવા લાગે છે ત્યારે રાજા બલી બધા અસુરો અને દૈત્યોને કાળચક્ર વિષે સમજાવીને રસાતલમાં જવાની સૂચના આપે છે. આ તરફ વામન ભગવાનની આજ્ઞાથી ગરુડજી રાજા બલિને વરુણના પાશમાં બાંધી દે છે. વામન ભગવાન ત્યારબાદ રાજા બલિને જણાવે છે કે જો ત્રીજા પગલાંની તેમની પ્રતિજ્ઞા પુરી નહિ થાય તો રાજા બલીને નર્કમાં જવું પડશે.   --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 20 | File Type: audio/mpeg | Duration: 00:17:17

શુક્રાચાર્યજીની વાત સાંભળ્યા પછી પણ રાજા બલી પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહે છે. આ જોઈને શુક્રાચાર્ય ક્રોધિત થઇને રાજા બલીને શાપ આપે છે. ત્યારબાદ વામન ભગવાન બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગલોકને માપી લે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 19 | File Type: audio/mpeg | Duration: 00:27:32

રાજા બલી વામન ભગવાનને તેમની ઈચ્છા મુજબ માંગવાની પ્રાર્થના કરે છે. જયારે વામન ભગવાન માત્ર ત્રણ પગલાં પૂર્થવી ની માંગણી કરે છે, ત્યારે રાજા બલીમાં અભિમાન આવી જાય છે. તે આ આપવાની પ્રતિજ્ઞા કરે તે પેહલા ગુરુ શુક્રાચાર્ય બલિને વામન ભગવાનના સાચા સ્વરૂપ અને ક્ષમતાની પ્રતીતિ કરાવે છે અને એમને આ પ્રતિજ્ઞામાંથી વારવાનો પ્રયત્ન કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 18 | File Type: audio/mpeg | Duration: 00:17:38

શ્રી હરિ વિષ્ણુ માતા અદિતિને આપેલા વરદાન પ્રમાણે તેમના પુત્ર તરીકે જન્મ લે છે. તે વામન રૂપે અવતરે છે. ઋષિઓ, દેવતાઓ, અને બીજા બધા વામન ભગવાનને યથાશક્તિ વસ્તુઓ અર્પણ કરે છે. ત્યારબાદ વામન ભગવાન રાજા બલીના યજ્ઞ સભાગૃહ માં પ્રવેશે છે અને ત્યાં રાજા બલી તેમનો ખુબ સુંદર રીતે આવકાર કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 17 | File Type: audio/mpeg | Duration: 00:15:13

માતા અદિતિના પયોવ્રતથી શ્રી હરિ પ્રસ્સન થાય  છે. તેમની સ્તુતિ કરતા માતા અદિતિ તેમની પાસેથી દેવો માટે સ્વર્ગનું રાજ્ય અને દાનવોના નાશની માંગણી કરે છે. શ્રી હરિ માતા અદિતિની અવસ્થા જાણતા તેમની આજીજી નો સ્વીકાર કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 16 | File Type: audio/mpeg | Duration: 00:23:39

રાજા બલિએ દેવો પાસેથી અમરાવતી છીનવી લીધી છે. આ દુઃખ તેમના માતા અદીતિથિ જોઈ શકાતું નથી. જ્યારે તેમના પતિ ઋષિ કશ્યપ ધ્યાનમાંથી પાછા આવે છે ત્યારે તેઓ તેમને વિનંતી કરે છે કે આ દુઃખમાંથી તેમના પુત્રોનો ઉદ્ધાર કરે. આ સાંભળીને ઋષિ કશ્યપ માતા અદિતિને પયોવ્રત ના નિયમ અને વિધિ સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 15 | File Type: audio/mpeg | Duration: 00:19:03

શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા દ્વારા ફરિવાર જીવન પામેલા રાજા બલી ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા અને પૂજા કરીને તેમની પાસેથી અમોઘ શક્તિ અને તેજ મેળવે છે. ત્યારબાદ તેઓ ઈન્દ્રની નગરી એવી અમરાવતી પર આક્રમણ કરી દે છે. જ્યારે ઇન્દ્ર બલી ના તેજ ને નો અનુભવ કરે છે ત્યારે તેઓ તેમના ગુરુ એવા બૃહસ્પતિ પાસે પહોંચી જાય છે. બૃહસ્પતિજી ઈન્દ્રને અને બધા દેવોને સલાહ આપે છે કે તમે બલી ની સામે જીતી શકવા માટે સક્ષમ નથી તેથી તમારા માટે અત્યારે ભાગી છૂટવું અને સંતાઈ જવું એ જ યોગ્ય છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 14 | File Type: audio/mpeg | Duration: 00:09:21

ભાગવતના આ કદાચ સૌથી નાના એવા અધ્યાયમાં આપણે મનુઓ અને તેમના કર્મોની વાત કરવી છે. આ અધ્યાયમાં આપણે એ પણ સમજીશું કે દરેક મન્વંતર ના ઇન્દ્ર, તેના સપ્તર્ષિ, અને મનુના પુત્રો કેવી રીતે મનુને તેમના મન્વંતર ના સંચાલનમાં મદદ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 13 | File Type: audio/mpeg | Duration: 00:15:29

આ અધ્યાયમાં આપણે ભવિષ્યમાં આવવાના સાત મન્વંતરોની વાત  સાંભળીશું. આ સાત મન્વંતરોમાં કયા કયા મનુ, કયા કયા ઇન્દ્ર, કયા સપ્તર્ષિ, અને કેવા પ્રકારનો સમાજ હશે તેની વાત આજના અધ્યાયમાં કરીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 12 | File Type: audio/mpeg | Duration: 00:21:24

જ્યારે મહાદેવ શંકરે સાંભળ્યું કે શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ દ્વારા દાનવોને અભિભૂત કરી દીધાં અને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે તેમને પણ આ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તેઓ પોતાની પત્ની સતી અને પોતાના ગણ ને લઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર પણ આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને મોહિની પાછળ દોડવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને ભાન આવ્યું કે તું શું કરી રહ્યા છે ત્યારે તેમને સમજાયું કે મોહિની સ્વરૂપની લીલા કેવી છે. તેમણે શ્રી વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરી અને ત્યારબાદ બંને પોત પોતાના ધામમાં પહોંચી ગયા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 11 | File Type: audio/mpeg | Duration: 00:21:13

ભગવાન શ્રી વિષ્ણુ ની મદદથી જ્યારે અસુરોની માયા નો વિનાશ થયો ત્યારે દેવરાજ ઈન્દ્રના મનમાં અભિમાન વ્યાપી ગયું. રાજા બલિએ ત્યારે તેમને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને તેમના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. ત્યારબાદ બે બળવીર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વજ્ર આઘાતથી રાજા બલી મૃત્યુ પામ્યા અને તે જોઈને બીજા અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રએ વજ્રની શક્તિથી બધા અસૂરને કરાવી દીધા હરાવી દીધા. જ્યારે દેવો દાનવો નો સંપૂર્ણ નાશ કરી નાખશે એવું બ્રહ્માજીને લાગ્યું ત્યારે તેમણે નારદજીને મોકલીને આ યુદ્ધની સમાપ્તિ કરાવી. નારદજીની આજ્ઞાથી બધા દેવો સ્વર્ગે સિધાવ્યા અને ત્યારબાદ અસુરો મરેલા દૈત્યોના શબને શુક્રાચાર્ય પાસે લઈ આવ્યા. શુક્રાચાર્યએ સંજીવની દ્વારા રાજા બલિને જીવીત કર્યા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.