Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:19:15

ભગવાનના મહારાસ વિશે પરીક્ષિતને પ્રશ્ન થયો છે. તેના જવાબમાં શુકદેવજી તેને તત્વજ્ઞાનની વાત સમજાવે છે. આ વાતની મીમાંસા અને તેની પાછળના ઉદ્દેશ્ય વિશે આપણે આજે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:17:42

ભગવાન શ્રીકૃષ્ણની સુમધુર વાણી સાંભળીને ગોપીઓનો વિરહ દૂર થઈ ગયો. અને પોતાના પ્રાણપ્રિયના અંગ-સંગથી તેઓ કૃતાર્થ થઈ ગઈ. પોતાની દિવ્ય શક્તિથી ભગવાન દરેક ગોપીઓની પાસે પોતાનું રૂપ લઈ અને ઊભા રહી ગયા અને ત્યારબાદ તેમણે મહારાસની રચના કરી. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 32 | File Type: audio/mpeg | Duration: 00:18:34

ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં જાતજાતના ગીત પ્રહલાદ કરવા લાગી અને શ્રીકૃષ્ણના દર્શનની લાલસાથી પોતાને રોકી શકી નહીં અને રડવા લાગી. બરાબર તે જ વખતે ભગવાન શ્રીકૃષ્ણ તેમની વચ્ચે પ્રગટ થયા અને ગોપીઓને સાંત્વના આપી. તેમણે સમજાવ્યું કે ગોપીઓ હું તમને અતિ પ્રેમ કરું છું અને તમે આપેલા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો હું જન્મોજન્મની ચૂકવી શકું એમ નથી. તેથી હું તમારો અનંતકાળ સુધી ઋણી રહીશ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 31 | File Type: audio/mpeg | Duration: 00:17:19

શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ પ્રથમ તેમને શોધવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારબાદ ગોપી ગીત દ્વારા તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. તેમના વિરહની વેદનાને વ્યાસજીએ આ અધ્યાયમાં પતિ પ્રેમપૂર્વક વર્ણવી છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 30 | File Type: audio/mpeg | Duration: 00:23:35

ગોપીઓને રાસલીલા દ્વારા શ્રીકૃષ્ણ પોતાના હોવાનું અભિમાન થઇ જાય છે. આ જોઈને શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર્ધ્યાન થઇ જાય છે. શ્રીકૃષ્ણને ન પામી શકતા ગોપીઓ ખૂબ વિહવળ બની જાય છે અને વિરહના શોકમાં ડૂબી જાય છે. તેઓ શ્રી કૃષ્ણ જેવી ચેષ્ટાઓ કરવા માંડે છે અને શ્રીકૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:18:02

શ્રી કૃષ્ણ જ્યારે પાછા વળવાનું કહે છે તે સાંભળીને ગોપીઓ બેબાકળી બની જાય છે. વ્યાકુળ બનીને તેઓ શ્રી કૃષ્ણને કહે છે કે તમે જ અમારા સખા અને તમે જ અમારા સ્વામી, એટલે અમને અપનાવી લો. તેમને સંતુષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ તેમની સાથે રાસલીલા રમે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:18:56

શરદ ઋતુ આવી છે અને શ્રીકૃષ્ણ વેણુનાદ છોડ્યો છે. તેના મોહમાં ગોપીઓ બધુ મૂકીને, ભાન ભૂલીને, શ્રીકૃષ્ણ પાસે રાતના સમયે દોડી આવી છે. શ્રીકૃષ્ણ અત્યારે તેમને પાછા વળવાનું સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 28 | File Type: audio/mpeg | Duration: 00:17:54

એકવાર નંદબાવા આસુરી કાળના સમયે યમુનાના જળમાં પ્રવેશી ગયા અને તે વખતે વરુણના એક સેવક  તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. શ્રીકૃષ્ણ પોતે વરુણ પાસે ગયા અને ત્યાંથી નંદજીને છોડાવી લાવ્યા. વરુણજીએ કરેલી ભગવાનની ખુબ સુંદર સ્તુતિ આજના અધ્યાયમાં આપણે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 27 | File Type: audio/mpeg | Duration: 00:18:16

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરીને મુશળધાર વરસાદથી વ્રજને બચાવી લીધું ત્યારે સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધની ક્ષમા કરાવવા માટે આવ્યા. આ સમયે કામધેનુ એ ભગવાનનો અભિષેક કર્યો. ભગવાનની ખુબ સુંદર સ્તુતિ પણ આપણે આ અધ્યાય માં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 26 | File Type: audio/mpeg | Duration: 00:13:48

વ્રજના લોકો ભગવાન શ્રીકૃષ્ણના અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા છે. આ અધ્યાયમાં આપણે તેમણે કરેલા વિચાર-વિમર્શ વિશે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 25 | File Type: audio/mpeg | Duration: 00:17:37

ગોવાળો જ્યારે ઈન્દ્ર ભગવાન નો યજ્ઞ કરવાનું બંધ કરી દેશે દે છે ત્યારે ગુસ્સે થઈને દેવરાજ ઇન્દ્ર આંધી અને વરસાદને વ્રજ પર મોકલી આપે છે. ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન ગિરિરાજ ગોવર્ધનને પોતાના જમણા હાથ પર ધારણ કરી લે છે. સાત દિવસ સુધી ઈન્દ્રએ મોકલેલા મેઘ અને આંધી ભગવાનના રક્ષણમાં રહેલા ગોવાળોને કશું પણ કરી શકતા નથી. ત્યારે ઇન્દ્રના ક્રોધનો અને અભિમાનનો નાશ થઈ જાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 24 | File Type: audio/mpeg | Duration: 00:17:07

ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન નંદબાબા અને બીજા વયોવૃદ્ધ લોકો ને સમજાવે છે કે આપણે આપણા કર્મ ને આધિન રહીને તે જ પૂજા કરવી જોઈએ જે આપણને કર્મ કરવા માટે વસ્તુઓ પૂરી પાડે છે. આ પ્રમાણે જણાવીને તેઓ ગોવાળોને ગીરીરાજ ગાયો અને બ્રાહ્મણોની પૂજા કરવા વિશે પ્રેરિત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 23 | File Type: audio/mpeg | Duration: 00:27:10

ભગવાન શ્રીકૃષ્ણ સાથે આવેલા ગોપ બાળકો ખૂબ દૂર સુધી ગાયો ચરાવવા નીકળી ચૂક્યા છે. ભૂખ લાગતાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે અમને ભોજન અપાવો. ભગવાન તેમને અંગીરસ યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો પાસે મોકલે છે. જ્ઞાનથી અંધ બનેલા બ્રાહ્મણ ગોપ બાળકોનો તિરસ્કાર કરે છે. ત્યારબાદ ભગવાન તે બાળકોને બ્રાહ્મણોને પત્નીઓ પાસે ભોજન માંગવાનું કહે છે. બ્રાહ્મણોને પત્નીઓ ભગવાન ના ભક્તિ પ્રેમમાં ડૂબેલી છે અને ભગવાને ભોજન માગ્યું છે એવું સાંભળીને તરત જ ભગવાનને મળવા માટે અને ભોજન પીરસવા માટે નીકળી પડે છે. આ ઘટના દ્વારા ભગવાન આપણને ભક્તિ અને જ્ઞાન નો ભેદ સમજાવે છે. અને ક્યારેક જ્ઞાન ભગવાન ને પહોંચવા માં બાધારૂપ બની શકે છે તે પણ સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 22 | File Type: audio/mpeg | Duration: 00:21:18

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની ચીર હરણ લીલા વિશે સાંભળીશું. ચીર હરણ દ્વારા પણ ભગવાન આપણને આપણા કર્મ અને ધર્મ વિષયનું જ્ઞાન આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 21 | File Type: audio/mpeg | Duration: 00:21:31

ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદમાં ખોવાઈ ગયેલી ગોપીઓ આપસમાં ચર્ચા કરે છે કે આ આખું વિશ્વ કેવી રીતે આ વાંસળીના સૂરમાં ઓતપ્રોત થઇ ગયું છે અને કેવી રીતે પોતાની જાતને શ્રી કૃષ્ણ પર ન્યોછાવર કરી રહ્યું છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.