Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 10 Adhyay 75 | File Type: audio/mpeg | Duration: 00:22:10

રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે બધા જ ભાઈ બંધુઓને ચોક્કસ કામ આપીને દરેકને સાથે રાખ્યા હતા. પરંતુ રાજસૂય યજ્ઞ અને યુધિષ્ઠિર ની સંપતિ અને ઇન્દ્રપ્રસ્થ પ્રતિષ્ઠા દુર્યોધન સાંખી શકતો નથી. તેના મનમાં ખૂબ ઈર્ષા ભરાઈ ગઈ છે. દ્રૌપદી પ્રત્યે પણ તેને ખૂબ આસક્તિ છે .આ દરમિયાન એક દિવસ ઇન્દ્રપ્રસ્થ ની સભામાં જળ ને સ્થળ અને સ્થળને જળ માનીને દુર્યોધન જળ માં પડી જાય છે અને આ અપમાન સહન કરી શકતો નથી. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 74 | File Type: audio/mpeg | Duration: 00:27:29

યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં સહદેવજી એ પ્રસ્તાવ મૂક્યો કે અગ્ર પૂજા ભગવાન શ્રીકૃષ્ણની થવી જોઈએ. આ સાંભળીને મોટાભાગના લોકોએ સંમતિ દર્શાવી. પરંતુ શિશુપાલ ખૂબ ઉગ્ર થઈને ભગવાનને ભરી સભામાં અપશબ્દો કહેવા લાગ્યો. જ્યારે તેના પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી તેનો ઉદ્ધાર કર્યો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 73 | File Type: audio/mpeg | Duration: 00:19:55

જરાસંધના કારાવાસમાંથી છુટેલા રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને રાજાઓએ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરી. ત્યારબાદ તેમને યથાયોગ્ય રીતે તૈયાર કરીને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને તેમના રાજ્યમાં મોકલી આપ્યા. ત્યારબાદ ભગવાન અર્જુન અને ભીમ ની સાથે ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 72 | File Type: audio/mpeg | Duration: 00:23:09

રાજા યુધિષ્ઠિર ભગવાન પાસે રાજસૂય યજ્ઞ કરવા માટે સંમતિ માગે છે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. એવા સમાચાર મળતા કે જરાસંધ પર હજી સુધી વિજય મળ્યો નથી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ને લઈને જરાસંઘ ની રાજધાની પહોંચે છે, અને યુદ્ધ માટે માંગણી કરે છે. 27 દિવસ સુધી જરાસંધ અને ભીમ ની વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે. ત્યારબાદ 28 માં દિવસે ભીમ ભગવાન પાસે આવે છે, અને જરાસંધને મારવા માટેની યુક્તિ માટે મદદ માંગે છે. શ્રીકૃષ્ણએ બતાવેલી યુક્તિ પ્રમાણે ભીમ જરાસંધનો ઉદ્ધાર કરે છે અને બંદી રાજાઓને મુક્ત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 71 | File Type: audio/mpeg | Duration: 00:23:49

જરાસંધના દૂતની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તેને વચન આપે છે કે તેઓ બંદી રાજાઓને  જરાસંધના પ્રકોપમાંથી છોડાવી લે શે. ત્યારબાદ ઉદ્ધવજી ની સલાહ પ્રમાણે ભગવાન તેમની પત્નીઓ અને મોટો રસાલો લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે, જ્યાં રાજા યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 70 | File Type: audio/mpeg | Duration: 00:26:32

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની નિત્ય ચર્યા વિશે સાંભળીશું. આપણે જાણીશું કે ગૃહસ્થએ કેવી રીતે પોતાની દિનચર્યા બનાવવી જોઈએ. ત્યારબાદ આપણે યાદવ સભામાં આવેલા જરાસંધના કેદી  રાજાઓના દૂતનું ભાષણ પણ સાંભળીશું .  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 69 | File Type: audio/mpeg | Duration: 00:22:03

આજના અધ્યાયમાં આપણે દેવર્ષિ નારદજીને જોયેલી ભગવાનની દિનચર્યા વિષે સાંભળીશું. ભગવાનની યોગમાતા અનંત છે અને નારદજીએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ સાંભળીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 68 | File Type: audio/mpeg | Duration: 00:24:33

શ્રીકૃષ્ણના મહાબળશાળી પુત્ર સામ્બે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. આ સાંભળીને કૌરવો ખુબ ગુસ્સે થયા અને છ મહારથીઓએ સાંબનો પીછો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. તેઓએ જયારે સામ્બને બંદી બનાવી લીધો ત્યારે બલરામજીના નેજા હેઠળ યાદવો કૌરવોને મળવા માટે હસ્તિનાપુર આવ્યા. બલરામજી કૌરવો પર કેમ કોપાયમાન થયા અને શું કર્યું તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 67 | File Type: audio/mpeg | Duration: 00:16:30

પોતાના મિત્ર ભૌમાસુરનો વધ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો છે તે જાણીને દ્વિવિદ નામનો એક મહાશક્તિશાળી વાનર આનર્ત પ્રદશૅમા ઉત્પાત મચાવવા લાગ્યો. એક દિવસ તેણે રૈવતાચલ પર્વત પર વિહાર કરી રહેલા બલરામજીને લલકાર્યા અને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ  થયું. આ યુદ્ધમાં બલરામજીએ દ્વિવિદનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની કથા આજના અધ્યાયમાં સાંભળીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 66 | File Type: audio/mpeg | Duration: 00:25:10

અજ્ઞાનીઓથી ઘેરાયલા રાજા પૌણ્ડ્રકના મનમાં એવું ઠસી ગયું હતું કે તેઓ જ ભગવાન વાસુદેવ  છે. જયારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને આ સંદેશો મોકલ્યો અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે તેમની વચ્ચેના યુદ્ધમાં પૌણ્ડ્રક અને તેના અજ્ઞાની મિત્રોનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 65 | File Type: audio/mpeg | Duration: 00:18:40

આજના અધ્યાયમાં આપણે બલરામજીની વ્રજ યાત્રા વિષે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 64 | File Type: audio/mpeg | Duration: 00:20:02

આજના અધ્યાયમાં આપણે નૃગ રાજાની કથા સાંભળીશું.  તેઓ વિશ્વાસ છે ઈશ્વાકુ ના પુત્ર છે અને અજાણતાંજ બ્રાહ્મણને અન્યાય કરવાથી તેઓ કાચીંડાના રૂપમાં જન્મ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથનો સ્પર્શ થતાંજ તેઓ મનુષ્યરૂપ ધારણ કરે છે અને પોતાની કથા  કહે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 63 | File Type: audio/mpeg | Duration: 00:25:13

એવી જાણ થતાં કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બાંધી દીધા છે, શ્રી કૃષ્ણ યાદવ સેનાને લઈને શોણિતપુર જે બાણાસુરની નગરી છે તેના પર આક્રમણ કરી દે છે. આ નગરી નું રક્ષણ ભગવાન શ્રી શંકર ખુદ કરે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શંકર વચ્ચે મહાયુદ્ધ થાય છે. ત્યારબાદ બાણાસુરના અહમને નષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ બાણાસુરના હજારમાંથી માત્ર ચાર જ હાથ બાકી રહેવા દે છે અને ભગવાન શંકર વિનંતી પ્રમાણે તેને જીવતો છોડી દે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 62 | File Type: audio/mpeg | Duration: 00:20:48

બલિરાજા ના સૌથી મોટા પુત્ર બાણાસુરની પુત્રી ઉષા, સ્વપ્નનાં એક સુંદર પુરૂષને જુએ છે અને તેને મનમાં જ વરી લે છે. તેની મિત્ર ચિત્રલેખા સુંદર ચિત્ર દ્વારા એ પ્રસ્થાપિત કરે છે કે ઉષાએ સ્વપ્નમાં જોયેલ વ્યક્તિ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ છે. યોગમાયા દ્વારા તે અનિરુદ્ધને ઉષાના મહેલમાં લઈ આવે છે અને ત્યાં ઉષા અને અનિરુદ્ધની વચ્ચે પ્રણયફાગ ખીલે છે. બાણાસુરને આની જાણ થતા તે પોતાના સૈનિકોને લઈને અનિરુદ્ધ પર આક્રમણ કરે છે અને ત્યારબાદ તેમને નાગપાશમાં બાંધી દે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 61 | File Type: audio/mpeg | Duration: 00:19:44

આજના અત્યારે આપણે ભગવાનના સંતાનો અને અનિરુદ્ધ વિવાહ વિશે સાંભળીશું. આપણે બલરામજી સાથે રુક્મિએ કરેલી છળકપટ  ની વાત અને બલરામજી દ્વારા રુક્મિના માર્યા જવાની વાત પણ સાંભળીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.