Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 8 Adhyay 10 | File Type: audio/mpeg | Duration: 00:19:45

પોતે કર્મ કર્યું હોવા છતાં પણ જ્યારે અમૃત નું ફળ મળ્યું નહીં ત્યારે દાનવોને થયું કે અમને અન્યાય થયો છે. અને તેથી તેઓએ એવું સાથે યુદ્ધ આરંભ કરી દીધું. રાજા બલિ અને ઇન્દ્ર વધશે વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. જ્યારે તેમની કોઈપણ પ્રકારની વિદ્યા કામ ન લાગી ત્યારે રાજા બલિએ માયા નો ઉપયોગ કરીને દેવરાજ ઇન્દ્ર ની સામે અને દેવોની આસપાસ માયાજાળ રચી દીધી. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતા દેવોએ શ્રીહરિની પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને એ માયાને અને કેટલાય બળવાન અસુરોને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 9 | File Type: audio/mpeg | Duration: 00:23:28

જ્યારે દાનવો ભગવાનના મોહિની રૂપથી મોહિત થઇ જાય છે ત્યારે તેઓ લડવાનું છોડી અને તેની પાસે પહોંચે છે અને વિવેકબુદ્ધિ ભૂલીને મોહિનીને ન્યાય ની જવાબદારી સોંપે છે. મોહિની પોતાના રૂપ નો ઉપયોગ કરીને દેવોને અમૃત પાઈ દે છે, જ્યારે દાનવો તેનાથી વંચિત રહી જાય છે. આ સમયે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ને અમૃતનું પાન કરે છે. અને તે જોતાં ભગવાન શ્રીહરિ પોતાના ચક્રથી તેનું ગળું કાપી નાખે છે અને ભગવાન બ્રહ્માજી તેને એક ગ્રહ માં પરિવર્તિત કરી દે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 8 | File Type: audio/mpeg | Duration: 00:20:18

આ અધ્યાયમાં આપણે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ, વૃક્ષો, દેવી લક્ષ્મી અને અમૃત વિશેની વાત સાંભળીશું. જ્યારે દેવ ધન્વંતરિ અમૃત સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા ત્યારે અસુરોએ તે ઘડો કે જેમાં અમૃત હતું, તે છીનવી લીધો. ભગવાને આ જોતા દાનવો માં ફૂટ પડાવી અને મોહિની રૂપ ધારણ કર્યું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 7 | File Type: audio/mpeg | Duration: 00:26:24

ક્ષીરસાગર નું મંથન ચાલુ થતાં મંદરાચળ પર્વત ના ભારે તે પાણીમાં ડૂબતો જાય છે. તેથી શ્રી હરિ પોતે કચ્છપ નું રૂપ ધારણ કરીને મંદરાચળ પર્વત નીચે સ્થાપિત થઈ જાય છે. તેઓ દેવો અને દાનવો માં પણ પોતાની શક્તિ પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ જ્યારે સમુદ્ર મંથન ચાલુ થાય છે ત્યારે તેમાંથી સર્વ પ્રથમ હળાહળ નામનું ઉગ્ર વિષ નીકળે છે. આ વિષના નીકાલનો કોઈ ઉપાય નહીં મળતા લોકો ભગવાન શ્રી શંકર પાસે પહોંચે છે અને ભગવાન શંકર તે વિષનું પાન કરે છે તેથી તે નીલકંઠ કહેવાયા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 6 | File Type: audio/mpeg | Duration: 00:17:34

બ્રહ્માજીની ઉત્તમ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ થાય છે અને પછી દેવોને દાનવો સાથે સંધિ નો ઉપદેશ આપે છે. તેઓ દેવોને જણાવે છે કે દાનવો સાથે મળી અને તેઓ અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરે. આના માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવો પડશે અને વાસુકી નાગને નેતરું બનાવવું પડશે. દેવો જ્યારે દાનવો પાસે આ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દાનવો એનો સ્વીકાર કરે છે અને સંધિ થતાં તેઓ મંદરાચળ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કરે છે. જેમાં તેમને અસફળતા મળે છે ત્યારે શ્રી હરિ પોતેજ ગરુડ પર મંદરાચળ પર્વતને ઊંચકીને તેને ક્ષીરસાગર ની પાસે લઈ આવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 5 | File Type: audio/mpeg | Duration: 00:21:58

આ અધ્યાયની શરૂઆત માં આપણે પહેલાં પાંચમાં અને છઠ્ઠા મનુ વિશેની વાત સાંભળીશું. આ આધ્યાય માં ભગવાન અજીત જે કે શ્રી હરિનું જ સ્વરૂપ છે તેમના વિશે જાણીશું. રાજા પરીક્ષિતે પ્રશ્ન કરયો છે કે ક્ષીરસાગર નું મંથન કેવી રીતે થયું અને ભગવાને કચ્છપ નું રૂપ કેમ ધારણ કર્યું. તેના જવાબમાં શુકદેવજી દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ અને પરાજિત દેવોના બ્રહ્માજી પાસે જવાની વાત કરે છે. બ્રહ્માજી ત્યારબાદ દેવોને વૈકુંઠ લોકો પાસે લઈ જાય છે પણ ત્યાં તેમને કાંઈ પણ દેખાતું નથી તેથી તેઓ શ્રી હરિની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે જે સ્તુતિ પણ આપણે આ અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 4 | File Type: audio/mpeg | Duration: 00:15:50

આ અધ્યાયમાં આપણે ગજેન્દ્ર અને ગ્રાહ ના પૂર્વ ચરિત્ર વિશે સાંભળીશું. આપણે તેમના પૂર્વ ચરિત્રની સાથે ભગવાને તેમનો કેવી રીતે ઉદ્ધાર કર્યો તે પણ સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 3 | File Type: audio/mpeg | Duration: 00:17:57

ગ્રાહના સંકજામાં ફસાયેલો ગજેન્દ્ર શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. જ્યારે આ સ્તુતિ સાંભળીને બીજા દેવતાઓ તેની મદદે આવતા નથી ત્યારે શ્રી હરિ ખુદ ગજેન્દ્રની મદદે આવી જાય છે. એમને પ્રગટ થયેલા જોઈને ગજેન્દ્ર હર્ષિત થઈ જાય છે અને સરોવરમાંથી પોતાની સૂંઢ નો ઉપયોગ કરીને એક કમળ ભગવાનને અર્પિત કરે છે. ત્યારબાદ તેની પર પ્રસન્ન થયેલા ભગવાન, ગ્રાહ અને ગજેન્દ્ર બેયને જળમાંથી બહાર ખેંચી લાવી અને સુદર્શન ચક્ર દ્વારા ગજેન્દ્રને મુક્ત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 2 | File Type: audio/mpeg | Duration: 00:15:54

શુકદેવજી આ ક્ષીરસમુદ્રમાં આવેલા ત્રિકૂટ નામના સર્વ સમૃદ્ધિ યુક્ત શ્રેષ્ઠ પર્વત અને તેના પર રહેતાં પશુ-પક્ષીઓ અને ત્યાં વસેલા દેવોના ગણ વિશેની પણ વાત કરે છે. ત્યાંના જંગલોમાં ગજેન્દ્ર પોતાના હાથીઓના ગણ સાથે મુક્ત વિચારી રહ્યો છે. અને તરસ લાગતા જ્યારે તે સરોવરમાં જઈને આનંદ કરી રહ્યો છે ત્યારે ગ્રાહ તેના પગને પોતાના જડબામાં પકડી લે છે. ગજેન્દ્ર તો એમાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. બીજા હાથીઓ પણ તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પણ છતાંય કોઈ ના પ્રયત્નો સફળ થતાં નથી. આ ઘટનાને હજાર વર્ષ વીતી જાય છે અને જ્યારે ગજેન્દ્ર ખૂબ નિર્બળ થવા માંડે છે. અને ગ્રાહની શક્તિ જળ ના લીધે વધવા માંડે છે, ત્યારે ગજેન્દ્ર શ્રી હરિ ની સ્તુતિ કરવાનો વિચાર કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 8 Adhyay 1 | File Type: audio/mpeg | Duration: 00:15:14

આઠમાં સ્કંધના પહેલા અધ્યાયમાં નારદજી છ મન્વંતરોનું  વર્ણન કરે છે. તે દરેક મન્વંતર ના મનું, તેના દેવ, તેના ઇન્દ્ર, મનુના પુત્ર અને સમાજ વ્યવસ્થાની વાત કરે છે. તેઓ આ અધ્યાયમાં ગજેન્દ્રના વ્યાખ્યાનની પૂર્વભૂમિકા પણ બાંધે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:22:45

ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:19:25

ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 14 | File Type: audio/mpeg | Duration: 00:26:13

નારદજીએ પહેલા બ્રહ્મચર્યાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ના નિયમો સમજાવ્યા. આથી યુધિષ્ઠિરને પ્રશ્ન થયો છે કે ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થ વિશેષ પરેશાન કર્યા વિના ભગવાનના પદ ને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે. એના જવાબમાં નારદજી તેમને ગૃહસ્થાશ્રમના નિયમો વિશે સમજાવે છે અને સદાચારનું વર્ણન કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 13 | File Type: audio/mpeg | Duration: 00:24:03

પ્રહલાદજી પોતાના સેવકોની સાથે નીકળ્યા છે અને ત્યાં તેમને અવધૂત એવા દત્તાત્રેય જી ધૂળમાં પડેલા જોવા મળે છે. દત્તાત્રેયજી નું રુષ્ટ પુષ્ટ શરીર જોઈને પ્રહલાદજી એવો પ્રશ્ન કરે છે કે આપ આવી રીતે આટલું સુંદર શરીર કેવી રીતે જાળવી શકો છો. દત્તાત્રેય જેના જવાબમાં યતિ ધર્મ નું નિરૂપણ કરે છે અને જણાવે છે કે તેઓ બધી જ સ્થિતિમાં સમભાવના રાખી શકે છે અને એ સમભાવના તેમને આ આસક્તિઓ માંથી મુક્ત કરી દે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 7 Adhyay 12 | File Type: audio/mpeg | Duration: 00:22:28

આ અધ્યાયમાં આપણે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ના નિયમો વિષે સાંભળીશું. ખાસ કરીને બ્રહ્મચારીએ કેવી રીતે ગુરુની સાથે વર્તન કરવું અને પોતાની સ્વયંશિસ્ત કેવી રીતે જાળવી રાખવી તેના વિશે સમજીશું. આપણે વાનપ્રસ્થાશ્રમમાં માણસે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનું ભોજન કરવું, અને કેવા પ્રકારની જીવન જીવવું તેના વિશેની સમજણ મેળવીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.