Bhagvat Puran Skandh 8 Adhyay 2




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>શુકદેવજી આ ક્ષીરસમુદ્રમાં આવેલા ત્રિકૂટ નામના સર્વ સમૃદ્ધિ યુક્ત શ્રેષ્ઠ પર્વત અને તેના પર રહેતાં પશુ-પક્ષીઓ અને ત્યાં વસેલા દેવોના ગણ વિશેની પણ વાત કરે છે. ત્યાંના જંગલોમાં ગજેન્દ્ર પોતાના હાથીઓના ગણ સાથે મુક્ત વિચારી રહ્યો છે. અને તરસ લાગતા જ્યારે તે સરોવરમાં જઈને આનંદ કરી રહ્યો છે ત્યારે ગ્રાહ તેના પગને પોતાના જડબામાં પકડી લે છે. ગજેન્દ્ર તો એમાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. બીજા હાથીઓ પણ તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પણ છતાંય કોઈ ના પ્રયત્નો સફળ થતાં નથી. આ ઘટનાને હજાર વર્ષ વીતી જાય છે અને જ્યારે ગજેન્દ્ર ખૂબ નિર્બળ થવા માંડે છે. અને ગ્રાહની શક્તિ જળ ના લીધે વધવા માંડે છે, ત્યારે ગજેન્દ્ર શ્રી હરિ ની સ્તુતિ કરવાનો વિચાર કરે છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message