Bhagvat Puran Skandh 7 Adhyay 7




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>જયારે દૈત્ય બાળકો પૂછે છે કે પ્રહલાદજી ને આવું ભગવદ્ ભક્તિ નું જ્ઞાન ક્યાંથી મળ્યું, ત્યારે પ્રહલાદજી તેમને પોતાના જન્મ સમયની નારદજીના સંગ ની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે ઇન્દ્રે દૈત્યો પર આક્રમણ કરી દીધું ત્યારે તેમની માતાને નારદજીએ ખુદ બચાવી લીધા અને ત્યારબાદ એમને ભગવત ભક્તિનો ઉપદેશ આપ્યો. તે પ્રહલાદજીએ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો. પ્રહલાદજી આત્માની પ્રકૃતિ અને તેના પ્રભાવ ની વાત કરે છે અને આપણને જણાવે છે કે કેવી રીતે આત્મશુદ્ધિ માટે અને ભગવદ્ પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેઓ એ પણ જણાવે છે કે ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રાપ્તિ એ માત્ર બ્રાહ્મણ કે કોઈ મહાન વ્યક્તિ નો જ ઈજારો નથી. એ કોઈપણ ને મળી શકે છે જો ભક્તિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message